રાજકોટ સીટીબસમાં ફ્રી મુસાફરી

રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સિનિયર સીટીઝન, દિવ્યાંગ સહિતના ખાસ નાગરિકો માટે સીટીબસ સેવા વિનામૂલ્યે જાહેર કરવામાં આવી છે. જેમાં સિનિયર સીટીઝનો, દિવ્યાંગો, થેલેસેમીયા તેમજ જુવેનાઇલ ડાયાબીટીસના દર્દીઓ સીટીબસમાં કોઈપણ સ્થળેથી તદ્દન ફ્રી મુસાફરી કરી શકશે. આ માટે લિવિંગ સર્ટી કે જન્મનું પ્રમાણપત્ર અથવા ભારત સરકારનું સૌથી મોટું ઓળખપત્ર ગણાતું આધાર કાર્ડ બતાવી એક કાર્ડ કઢાવવાનું રહેશે. બાદમાં આ કાર્ડના આધારે શહેરમાં દોડતી તમામ સીટીબસ અને BRTS બસમાં કોઈપણ પ્રકારની ટિકિટ વિના મુસાફરી કરી શકાશે.

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર રાજકોટમાં મનપાના નવા બજેટમાં કરેલી જાહેરાતનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 60 વર્ષ ઉપરના સિનિયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયા, જુવેનાઇલ ડાયાબીટીસના દર્દીઓ સીટીબસ અને BRTS બસમાં મફત મુસાફરી કરી શકશે. આ માટે એક પ્રક્રિયા કરવાની રહેશે. જેમાં નજીકની કોઈપણ વોર્ડ ઓફિસમાં આધારકાર્ડ, પાનકાર્ડ કે જન્મનો કોઈપણ પુરાવો લઈને જવાનું રહેશે. જેના આધારે ત્યાંથી એક કાર્ડ કાઢવામાં આવશે. આ કાર્ડ બતાવીને રાજકોટ શહેરમાં કોઈપણ જગ્યાએ સીટીબસ અને BRTS બસમાં મફત મુસાફરી કરી શકાશે. જોકે સિનિયર સિટીઝનો તેમજ દિવ્યાંગો માટે અલગ-અલગ પ્રકારના કાર્ડ હશે પરંતુ, આ બંને પ્રકારના કાર્ડ ધરાવનારે કોઈ ટીકીટ લેવી પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *