ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના 10 સ્થળોએ બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 7થી 15 વર્ષના 100 બાળકો સવારના 7થી 9 વાગ્યા સુધી આ કેમ્પમાં યોગ, પ્રાણાયામ અને કસરતનું પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. આ કેમ્પનો હેતુ બાળકોને વેકેશન દરમિયાન શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કેળવવામાં મદદ કરવાનો છે. પ્રશિક્ષિત ટ્રેનર્સ દ્વારા બાળકોને પૌષ્ટિક આહારના ફાયદા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. રસ ધરાવતા વાલીઓ અને બાળકોને WWW.GSYB.IN લિંક પર રજીસ્ટ્રેશન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના કો-ઓર્ડીનેટર્સ મીતાબેન તેરૈયા, ગીતાબેન સોજીત્રાએ અપીલ કરી છે. આ કેમ્પ 30મે, 2025 સુધી ચાલશે.
અન્ય સમાચાર રાજકોટની શિવધામ સોસાયટીના રહેવાસી રાજેશ જે. ભાતેલિયા દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને શેરી નં.3માં પાણી ભરાતું હોવાની તેમજ શહેરમાં જ્યાં જ્યાં વરસાદી વરસાદી પાણી ભરાતું હોય ત્યાં બોર કરી અને પાણી જમીનમાં ઉતારવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, શિવધામ સોસાયટી શેરી નં.3માં વરસાદી પાણી ભરાય છે. ત્યારે શિવધામ સોસાયટી શેરી નં.3 માં 1000 ફૂટના બોર કરી ઉપર ત્રણ મજબૂત જાળી મૂકવામાં આવે જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરે તળ સાજા થશે. આ સાથે શિવધામ સોસાયટી શેરી નં.3 નો વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્ન હલ થશે. આગામી ચોમાસા આપેલા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. સાથે રાજકોટમાં જે કોઈ રોડ પર, કે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતું હોય ત્યાં પણ બોર કરી સ્ટીલની મજબૂત અલગ અલગ હોલ વાળી જારી મુકવામાં આવે. જેથી જમીનમાં વરસાદી પાણી ઉતરતા તળ સાજા થશે અને વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્ન હલ થશે.