શેરબજારમાં સારું વળતર આપવાના બહાને વિધવા મહિલા સાથે રૂ.3.80 લાખની ઠગાઇ

શેરબજારમાં સારું વળતર આપવાના બહાને અમદાવાદ રહેતા શખ્સે રૂ.3.80 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોપાલનગરમાં સિટી ફોર્ચુન એપાર્ટમેન્ટમાં રહેતા માનસીબેન પ્રદીપભાઇ ભટ્ટીએ અમદાવાદ રહેતા ધવલભાઇ નામના શખ્સ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, તે તેના પિતા સાથે રહેતો હોવાનું અને મવડી ચોકડી પાસે પ્રાઇવેટ નોકરી કરતો હોય અને અમદાવાદ રહેતી તેની બહેનપણી રિચા અને તેના પતિ ધવલભાઇ પરિચિત હોય અને ધવલભાઇ અમદાવાદમાં મોના એસ્ટેટ નામે એર કમ્પ્રેશર બનાવવાની પેઢી ચલાવતા હોય અને શેર માર્કેટનું કામ કરતા હોય જેથી એકાદ વર્ષ પહેલાં તેને શેરબજારમાં પૈસાનું રોકાણ કરો તો તમને સારો નફો મળશે. જેથી તેને વિશ્વાસ રાખી રોકાણ કરવાની હા પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *