ભક્તિનગર સ્ટેશન પર ચાર ટ્રેન 1ને બદલે હવે2 મિનિટ સુધી ઉભી રહેશે

રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશન પર ચાર ટ્રેન હવે 2 મિનિટ ઊભી રહેશે. જે ચાર ટ્રેનનો સ્ટોપેજ બદલાવ્યો છે તેમાં ટ્રેન સંખ્યા 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 07:37 વાગ્યે આવશે અને 07:39 વાગ્યે ઉપડશે. ટ્રેન સંખ્યા 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 16:25 વાગ્યે આવશે અને 16:27 વાગ્યે ઉપડશે. ટ્રેન સંખ્યા 59423 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 08:12 વાગ્યે આવશે અને 08:14 વાગ્યે ઉપડશે. ટ્રેન સંખ્યા 59421 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 18:32 વાગ્યે આવશે અને 18:34 વાગ્યે ઉપડશે. રેલવેએ મુસાફરોને જણાવ્યું છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે.

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવરબ્રિજ (FOB) ને તોડવા માટે બ્લોકને કારણે ડિવિઝનમાંથી પસાર થનારી ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન રદ રહેશે. તા.24 મેની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *