વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 25 નવેમ્બરે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. મળતી માહિતી મુજબ, પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી.
તેમણે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. ફાઈટર પ્લેનમાં બેઠા પછી PMએ લખ્યું- તેજસમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. આ એક ગજબનો અનુભવ હતો. આ ઉડાનથી દેશની સ્વદેશી ક્ષમતા પરનો મારો વિશ્વાસ વધ્યો છે. આ સાથે જ મને આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે એક નવો ગર્વ અને આશાનો અનુભવ થયો.
તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એ સિંગલ એન્જિન લાઇટ ફાઇટર એરક્રાફ્ટ છે. એરફોર્સમાં એના બે સ્ક્વોડ્રનને સામેલ કરવામાં આવ્યા છે.