રાજકોટમાં બેંક લોન નહીં ચૂકવનાર બાકીદારની મિલકત કબ્જે લેવામાં આવી હતી. કલેકટરનાં આદેશ અનુસાર પૂર્વ મામલતદાર એસ. જે. ચાવડાનાં માર્ગદર્શનમાં સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો લેવામાં આવ્યો હતો. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મંજુરઆલમ રહેમતુલ્લાન શેખસીદીકીને દૂધસાગર રોડ પરની મિલકત પેટે લોન આપવામાં આવી હતી. જોકે લોન લેનારે હપ્તા ભર્યા ન હોવાથી 31-8-17 સુધીમાં રૂ. 6.46 લાખ અને અત્યાર સુધીનું વ્યાજ ચડત થયું હતું.
બેંક દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને આ અંગે ફરિયાદ આપવામાં આવતા ચડત વ્યાજ સહિતની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો. દરમિયાન બાકીદારે ઘર્ષણ કરતા સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.