શહેરમાં કુવાડવા રોડ નજીક શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં રહેતા રેશ્માબેન યુનુશભાઇ બેલીમના ભાણેજ સોયેબ બોદુભાઇ સોલંકીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે રામનાથપરામાં હુસેની ચોક પાસે રહેતા મહેબૂબના પુત્ર ટીપુ અને તેના જમાઇ સોહિલ અને એક અજાણ્યા શખ્સના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના માસી રેશ્માબેનને તેના પતિ રામનાથપરામાં રહેતા આરિફભાઇ સાથે દોઢ વર્ષ પહેલાં તલાક થઇ ગયા બાદ ત્રણ સંતાન સાથે રહે છે. હાલમાં મારી માસી રેશ્માબેનના અગાઉના કૌટુંબિક જેઠ મહેબૂબભાઇ સાથે નિકાહ કરવાના હોય અને જેમાં મહેબૂબભાઇ અગાઉના સંતાનો સ્વીકારવા તૈયાર ન હોય જેથી તેને ના પાડી હતી, પરંતુ મહેબૂબ દબાણ કરતો હોય જેથી માથાકૂટ ચાલતી હોય જે અંગે તેના માસીએ વાત કરી હતી. તા.14ના રોજ રાત્રીના સૂવાની તૈયારી કરતા હતા.