ઈરાનમાં મહિલાઓનાં કપડાં પહેરવા બાબતે કડક નિયમો છે. અહીં હિજાબ ન પહેરવા પર આકરી સજા છે. આવા કટ્ટર રૂઢિચુસ્ત દેશનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આમાં એક યુવતી પોતાનાં કપડાં ઉતારીને માત્ર અન્ડરવેરમાં જ જાહેરમાં ફરતી દેખાય છે.
ઈરાનમાં મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. હાલમાં જ એક યુવતીએ પોતાનો વિરોધ દર્શાવતા રસ્તા વચ્ચે પોતાનાં કપડાં ઉતારી દીધાં હતાં. ઓનલાઈન વીડિયો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશના કડક ઈસ્લામિક ડ્રેસકોડના વિરોધમાં શનિવારે ઈરાની યુનિવર્સિટીમાં એક યુવતીએ પોતાનાં કપડાં કાઢી નાંખ્યાં હતાં.