રાજકોટના વાગુદડમાં દબાણ કરી ગાંજો વાવ્યો, નોટિસનો જવાબ રજૂ ન કરતાં 3 કરોડની એક એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ

રાજકોટના કાલાવડ રોડ પર આતંક મચાવનાર સાધુ યોગી ધર્મનાથના આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે. પોલીસ તેમજ કલેક્ટર તંત્રની તપાસ બાદ આશ્રમના ગેરકાયદે બાંધકામ અંગે જિલ્લા કલેક્ટરની સૂચનાથી લોધિકા મામલતદારે 3 વખત નોટિસ ફટકારી હતી. જેનો જવાબ ન આપતા આખરે તંત્ર દ્વારા આશ્રમ ખાતે ડિમોલિશન કરી તેને તોડી પાડવામાં આવ્યો છે. આ આશ્રમમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સાધુએ વાગુદડ સરવે નંબર 32 પર 3000 ચોરસ મીટર (એક એકર) જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છેલ્લાં 3 વર્ષથી ખડકી દીધું હોવાનું સામે આવ્યું હતું. જેમાં આશ્રમમાં કુલ 3 ઓરડી અને ફેન્સિંગ કર્યું હતું. જેને લઈ મહેસૂલી કલમ 202 મુજબ 3 વખત નોટિસ આપવામાં આવી હતી. જેનો સાધુએ જવાબ નહીં આપતા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *