78મા સ્વતંત્ર દિન પર્વની સૌરાષ્ટ્ર રંગેચંગે અને ઉલ્લાસભેર ઉજવણી થય હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો અવનવા પ્રયાસ કર્યો હતો. PM મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે જે હેઠળ લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા હતા. હર ઘર તિરંગા જેવા કાર્યક્રમો દ્વારા ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી હતી. ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ ત્રીરંગા સાથે દાંડિયા રાસ કરી અનોખી દેશભક્તિ વ્યકત કરી જેનો સુંદર ડ્રોન નજારો સામે આવ્યો છે. 35 ફૂટના તિરંગાની ફરતે ખેલૈયાઓ રાસ રમ્યા હતા.
ગોંડલના અર્વાચીન ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમી સ્વાતંત્ર્ય દિવસની અનોખી ઉજવણી કરી હતી. સૌ પ્રથમ વખત દાંડિયા કલાસીસના 100થી વધુ ખેલૈયાઓ તિરંગા સાથે દાંડિયા રાસ રમ્યા જેમાં 6 વર્ષથી 57 વર્ષ સુધીના ખેલૈયા તિરંગા સાથે રાખી દાંડિયા રાસ રમ્યા હતા. જેનો એક સુંદર નજારો ડ્રોન દ્વારા કેદ કરવામાં આવ્યો હતો.