MBBSમાં પ્રવેશ માટે NEETના સ્કોર સાથે ધો.12ના માર્કસનું પણ વેઇટેજ રાખો

એમબીબીએસમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા સંદર્ભે રાજકોટની હ.લ.ગાંધી સ્કૂલના આચાર્ય સંજય પંડ્યાએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, MBBSમાં પ્રવેશ માટે NEET પરીક્ષાનો સ્કોર સાથે જે તે રાજ્યના સ્થાનિક બોર્ડના ધો.12ના માર્કસનું પણ વેઇટેજ રાખવા જણાવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને ધો.11-12 સ્થાનિક રાજ્યના શૈક્ષણિક કાર્યમાં રુચિ જળવાઈ રહે. ઉપરાંત NEET પરીક્ષામાં વધુ સ્કોર લેવા માટે સ્થાનિક શાળાઓને બદલે NEETના કોચિંગ ક્લાસીસની તોતિંગ ફીથી વાલીઓને રાહત મળે. હાલમાં NEETના કોચિંગ માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓ ફક્ત સ્કૂલમાં કોચિંગ ક્લાસવાળાની શાળાઓ સાથેની ગોઠવણથી ફક્ત રજિસ્ટ્રેશન કરે છે અને વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસમાં જવાના બદલે કોચિંગ ક્લાસમાં જ જતા હોય છે. જેથી ડમી સ્કૂલોનું દૂષણ પણ વધી રહ્યું છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *