રાજકોટમાં જળાષ્ટમી,61 કલાકમાં 25 ઈંચ

રાજકોટ શહેરમાં ચામાસાના બે મહિના વિત્યા બાદ આખરે મેઘમહેર શનિવાર મોડી રાતથી થઈ હતી અને માત્ર 61 કલાકમાં અધધ 25 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. આ કારણે જનજીવન થંભી થયું હતું. શનિવારે રાત્રે 2.30 વાગ્યાથી રવિવાર રાત્રીના 12 સુધીમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. સોમવારે આખો દિવસ સતત વરસાદ વરસતો રહ્યો હતો એક જ દિવસમાં 6 ઈંચ વરસાદ પડતા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મંગળવારે રાત્રીથી જ વરસાદે જોર પકડવાનું શરૂ કર્યું હતું. જેને લઈને તંત્રએ રેસ્ક્યૂ અને સ્થળાંતરનું કામ ચાલુ કર્યુ હતું.

વહેલી સવારે 4 વાગ્યે ભારે વરસાદ શરૂ થયો હતો અને ચાર જ કલાકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મંગળવારે રાત્રે 8 વાગ્યે વરસાદે વિરામ લીધો હતો આ રીતે સોમવારથી મંગળવાર રાત્રીના 8 વાગ્યા સુધીમાં શહેરના મધ્ય વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં 17 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.સોમવારે આખો દિવસ ક્યારેક ઝરમર તો વળી ક્યારેક ઝાપટું સતત ચાલુ રહ્યું હતું. દર કલાકે 6થી 10 મીમી વરસાદ પડ્યો હતો. આ કારણે જનજીવન થંભી ગયું હતું લોકો બહાર નીકળી શક્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *