દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સવારે અચાનક હવામાન બદલાયું. તોફાન સાથે ભારે વરસાદ પડ્યો. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સની અવરજવર પર પણ અસર પડી છે. લગભગ 100 ફ્લાઇટ્સ મોડી પડી છે અને 40 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાંઆવી છે.
દિલ્હીથી રાજકોટ આવી રહેલી ફ્લાઈટને પણ ખરાબ હવામાનને કારણે અસર થઇ છે, આ ફ્લાઈટ બે કલાક મોડી પડી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીથી રાજકોટ સાંજે 5.15 કલાકે આવતી ફ્લાઈટ આશરે બે કલાક મોડી આવી હતી