ફ્લેક્સિબલ વર્કપ્લેસ 5 વર્ષમાં 3 ગણું વધીને 5.3 કરોડ સ્ક્વેર ફૂટ સુધી પહોંચ્યું: જેએલએલ

દેશના સાત મોટા શહેરમાં ફ્લેક્સિબલ વર્કપ્લેસ ઑપરેટરનો પોર્ટફોલિયો છેલ્લા 5 વર્ષમાં અંદાજે 3 ગણો વધીને 5.3 કરોડ સ્ક્વેર ફૂટ થઇ ગયો છે. તે વર્ષ 2018માં 1.86 કરોડ સ્ક્વેર ફૂટ હતો. કંપનીઓ કોર્પોરેટ ગ્રાહકોની વધતી માંગને પૂરી કરવા માટે બિઝનેસનું વિસ્તરણ કરવા ઇચ્છે છે. દરમિયાન તેનું માર્કેટ વર્ષ 2027 સુધી બમણું વધીને 10.6 કરોડ સ્ક્વેર ફૂટ સુધી પહોંચવાનું અનુમાન છે. જેએલએલ ઇન્ડિયા અને સ્માર્ટવર્ક્સના ‘ઇન્ડિયાઝ ફ્લેક્સ સ્પેસ માર્કેટ – ધ બ્રાઇટેસ્ટ સ્ટાર ઇન ધ સીઆરઇ ગેલેક્સી’ નામના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

રિપોર્ટ અનુસાર આ વર્ષે માર્ચ સુધીમાં ફ્લેક્સિબલ વર્કપ્લેસનો સ્ટૉક 5.3 કરોડ સ્ક્વેર ફૂટ સુધી પહોંચી ગયો હતો અને ઑપરેશનલ ફ્લેક્સિબલ સીટની કુલ સંખ્યા 8,39,250 છે. રિપોર્ટ અનુસાર, 2020-21 પછી છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લેક્સ સ્પેસમાં કંપનીઓ દ્વારા લેવામાં આવેલી જગ્યા 3.2 ગણી વધી ચૂકી છે. બેંગ્લુરુ, પુણે, દિલ્હી એનસીઆર તેના સૌથી મોટા માર્કેટ રહ્યા છે, જે આ મુદત દરમિયાન લીઝ પર આપવામાં આવેલી દરેક સીટોના 60% બરાબર છે.

વૈશ્વિક સ્તરે આર્થિક રિસેશનનો માહોલ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રિયાલ્ટી સેક્ટરમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. આગામી સમયગાળા દરમિયાન આ સેગમેન્ટમાં મજબૂત માગ જોવા મળે તેવો સંકેત એનાલિસ્ટો દ્વારા દર્શાવાઇ રહી છે. ભારતીય સ્ટાર્ટઅપ્સે ટેક્નોલોજીને છોડીને કોઇપણ અન્ય ક્ષેત્રની તુલનામાં સૌથી વધુ ફલેક્સ સીટ લીઝ પર લીધી છે. નાણાકીય વર્ષ 2023માં તેનો હિસ્સો વધીને 31% થયો છે, જે છેલ્લા બે નાણાકીય વર્ષમાં બીજી વાર સૌથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *