રાજકોટમાં ઘરવિહોણાઓ માટે પાંચ આશ્રયસ્થાનો, ભોજનની પણ સુવિધા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જુદાજુદા વિસ્તારોમાં પાંચ આશ્રયસ્થાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત આ આશ્રયસ્થાન (રેનબસેરા) ઘરવિહોણા લોકોને ઋતુજન્ય વાતાવરણમાં કાયમી રક્ષણ આપી રહેલ છે. આ આશ્રયસ્થાનમાં એકલા પુરુષો, એકલી મહિલાઓ તેના આશ્રિત સગીર બાળકો, વૃદ્ધો, અશક્તોને આશ્રય આપવામાં આવે છે. આ માટે હાલ ઉનાળાની ગરમીને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા પોતાના આ અભિયાનમાં અન્ય નાગરિકોની પણ સહાયતા લેવા આગળ ધપી રહી છે.

ત્યારે આપના રહેઠાણ કે વ્યવસાય સ્થળની આસપાસ કે શહેરમાં અન્ય કોઈ પણ જગ્યાએ ઘરવિહોણા લોકો જોવા મળે અને જો આવા લોકો આશ્રયસ્થાન ખાતે આવવા ઇચ્છા ધરાવતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરના ફોન નં.155304 ઉપર માહિતી આપી લોકઉપયોગી કાર્યમાં મદદરૂપ થવા શહેરના નાગરિકોને જાહેર અનુરોધ કરવામાં આવે છે. તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા અન્ય NGOનાં સહયોગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરુષ વિભાગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આશ્રયસ્થાનમાં આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માધ્યમથી શિક્ષણની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *