ગોંડલ સ્થિત બાલાશ્રમની પાંચ દીકરીના કાલે લગનિયાં લેવાશે

ગોંડલનાં ભગવતસિહ બાલાશ્રમ ખાતે પનાહ લઇ ઉછરેલી પાંચ દિકરીનાં લગ્ન રવિવારનાં શાહી ઠાઠમાઠ સાથે યોજાનાર છે.જેને લઇને મોટા પુલથી બાલાશ્રમ રોડ અને બાલાશ્રમને રોશની અને આકર્ષક કમાનોથી શણગાર કરાયો છે. રાજાશાહી સમયનાં કાઠિયાવાડનાં પ્રથમ કહી શકાય તેવા બાલાશ્રમની મહારાણી નંદકુવરબાએ સને 1903 માં સ્થાપના કરી હતી. રજવાડાનાં વિલિનીકરણ અને આઝાદી બાદ નગરપાલિકા બાલાશ્રમ નું સંચાલન કરી રહી છે.ત્યારે દિકરીઓનાં લગ્ન માટે નગરપાલિકા તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કોઈ કસર છોડી નથી.

કરીયાવરથી લઇને વ્યવસ્થામાં કોઇ કચાશ રખાઇ નથી. દિકરીઓને કરીયાવરમાં સોનાનાં સેટ,કડલા, બંગડી સહિત આભુષણો, ચાં દીનાં સેટ ઉપરાંત ટીવી,ફ્રીજ, એસી.,વોશિં ગમશીન, ઘરઘં ટી, કબાટ, પલંગ, સોફાસેટ સહિત ઘરવખરીની 251 થી વધુ ચીજવસ્તુઓ એકત્રીત થઇ જવા પામી છે. જાનનાં સામૈયા માંડવીચોક ટાઉનહોલથી દબદબાભેર થશે. લગ્નને લઈને અંદાજે દશ હજાર લોકોનું જમણવાર યોજવામાં આવ્યો છે. પાંચ દીકરીના લગનિયાં લેવાયા છે તે બાલાશ્રમને રોશની અને પતાકાનો નયનરમ્ય શણગાર કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *