ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી આગામી 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ત્યારે આજથી બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર નેટ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. ગઇકાલે બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થયું હતું અને ભારત અને આયર્લેન્ડના ખેલાડીઓ સ્ટેડિયમ ખાતે પહોંચી પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આજના પ્રથમ દિવસે સવારના 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી પ્રેક્ટિસ સેશન રાખવામાં આવ્યું હતું. જેમાં બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા વોર્મઅપ, ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત મહિલા ટીમનું રાજકોટમાં આગમન થયું છે અને બન્ને ટીમના મહિલા ખેલાડીઓ પ્રથમ વખત આ મેદાન પર મેચ રમનાર છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આગામી 10 જાન્યુઆરીને શુક્રવારથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઇ આજે બન્ને ટીમો દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. જેમાં સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ વોર્મઅપ, ફિલ્ડિંગ, કેચ તેમજ બેટિંગ તથા બોલિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. બન્ને ટીમ પ્રથમ વખત આ મેદાનમાં રમવા માટે ઉતરવાની છે ત્યારે જીત માટે સતત 3 દિવસ નેટ પ્રેક્ટિસ કરી સામ સામે ટકરાશે. ત્યારે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફોર્મમાં ચાલી રહી છે અને આયર્લેન્ડની ટીમની સરખામણીમાં ભારતીય ટીમના ખેલાડીઓ વધુ અનુભવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.