કેલિફોર્નિયામાં આગથી સર્જાયો ફાયરનાડો

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગના કારણે અત્યાર સુધીમાં 1900 ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. આગ એટલી ભયાનક છે કે હોલીવુડ સ્ટાર્સ અને યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘર પણ ખાલી કરાવવામાં આવ્યા છે.

મંગળવારે લાગેલી આગ 3 દિવસમાં 28 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે; 5 લોકોના મોત થયા છે. લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ લગભગ 3 લાખ લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે.

ભારે પવનના કારણે આગે ફાયરનાડો (ફાયર + ટોર્નેડો) નું સ્વરૂપ લઈ લીધું છે. જે રીતે ટોર્નેડોમાં હવાનું વાદળ બને છે, તેવી જ રીતે અગ્નિની જ્વાળાઓ આકાશને સ્પર્શતી દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *