શહેરમાં આજી વસાહત પાસેના આનંદનગરમાં મહિલા વિશે ખોટી વાતો કરવા બાબતે પાડોશી વચ્ચે મારામારીમાં મહિલા સહિત ત્રણને ઇજા થતાં પોલીસે કાર્યવાહી કરી છે. જાણવા મળતી વિગતો મુજબ આજી વસાહતમાં આનંદનગરમાં રહેતા અને મૂળ યુપીના ગુડિયાબેન જેનુદ્દીન ઇદ્રીશી (ઉ.40) તેના ઘર પાસે હતા ત્યારે પાડોશી ખુશ્બુદ્દીન અને પ્યારેલાલ અને અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જ્યારે સામાક્ષે પાડોશમાં રહેતા અને મૂળ યુપીના પ્યારેલાલ કમરૂદ્દીન બાગબાન (ઉ.49) અને તેના પુત્ર ખુશ્બુદ્દીનને સલમાન, જેનુદ્દીન સહિતે પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળા પોલીસે સામસામે ફરિયાદ પરથી ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.