શહેરમાં પરાબજારમાં ફ્રૂટના ધંધાર્થી રમઝાન હનીફભાઇ વોમ (ઉ.25) તેની લારીમાં પરાબજારમાં મોસંબી વેચતો હતો ત્યારે હબીબ કાદરે છરી,ધારિયા સાથે ધસી આવી હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા એ-ડિવિઝન પોલીસે પૂછતાછ કરતા રમઝાને જણાવ્યું હતું કે તે લારી પાસે ઉભો હતો ત્યારે હબીબ કાદર આવ્યો હતો અને મારે ગામડે જવું છે પૈસા આપ જેથી તેની પાસે પૈસા ન હોવાનું જણાવતા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે સામાપક્ષે દૂધસાગર રોડ પર દસ ઓરડી પાસે રહેતો અબ્દુલ કાદર હબીબભાઇ કાળવાતર પણ તેની પર રમજાને છરી વડે હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેમાં પોલીસે પૂછતાછ કરતા તેની લારીમાં કેરી વેચતો હતો ત્યારે રમજાન લારી પાસે આવી ગાળો બોલતો હોય જેથી તેને ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.