શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોકડી પાસે સામાન્ય અકસ્માત બાદ કાર અને રિક્ષાચાલક મારામારી થતા ગાંધીગ્રામ પોલીસે સામસામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. શીતલપાર્કમાં રહેતા સુરેશભાઇ મેરાભાઇ સાનિયા (ઉ.50) તેની કાર લઇને જતા હતા ત્યારે રામાપીર ચોકડી પાસે સામાન્ય અકસ્માત મામલે જોઇને રિક્ષા ચલાવવાનું કહી જતા રહ્યા બાદ તેના ભાણેજની 150 ફૂટ રિંગ રોડ પર શકિત હોટેલે ઉભા હતા ત્યારે રિક્ષાચાલક રણજીત નારૂભાઇ રત્નુએ ધસી આવી સિમેન્ટના બ્લોક વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાનું જણાવ્યું હતું.
જ્યારે સામાપક્ષે ગાંધીગ્રામ પાસેના ભારતીનગરમાં રહેતા રિક્ષાચાલક રણજીતભાઇ રત્નુને કારચાલક સુરેશ સાનિયા તેનો પુત્ર ધારો અને અજયએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ કરતા પીએસઆઇ પટેલએ સામસામે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.