જસદણ યાર્ડમાં ખેડૂતો 14મી સુધી જણસી ઉતારી નહીં શકે

જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં વરસાદી વાતાવરણને ધ્યાનમાં લઈ તા.11 ના રોજ બપોરના 12 વાગ્યાથી આગામી તા.14 ને સોમવારે સવારે 5 વાગ્યા સુધી કોઈ પણ જણસી માર્કેટ યાર્ડમાં બનાવવામાં આવેલા શેડમાં ઉતારવા દેવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

તેમજ તા.14 ને સોમવારથી વરસાદી વાતાવરણને ધ્યાનમાં લઈ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી દરેક જણસી સવારના 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જ માર્કેટ યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે જેની તમામ ખેડૂતો સહિતનાએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *