ટેકાના ભાવે ખેતપેદાશ ખરીદવા કાયદો બનાવવા ખેડૂતોની માગ

26 નવેમ્બર 2020 ના રોજ દેશના ખેડૂતોએ ખેતીની અને ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓ ના ઉકેલ માટે ચલો દિલ્હીનો નારો આપ્યો અને ઐતિહાસિક ખેડૂત આંદોલન 13 મહિના સુધી ચાલ્યું કેન્દ્ર સરકારે આંદોલનકારી ખેડૂતો સાથે લેખિત આશ્વાસન કરતા સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનને સ્થગિત કર્યું હતું ખેડૂતોને માગણી ખેતપેદાશોને ટેકાના ભાવે ખરીદવા કાયદો બનાવો. ખેડૂતોના તમામ દેવા નાબૂદ કરો વીજબિલ 2020 કરો સહિત અનેક માગણીઓ અંગે પણ કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે કરેલ સમાધાન મુજબ સમસ્યાઓનો ઉકેલ આવેલ નથી.

ગુજરાત કિસાન સભા તેમજ સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન સીટુ એ રાજકોટ જિલ્લા ના ઉપલેટામાં માંગ દિવસ નિમિત્તે સૂત્રચારો કરી દેખાવો કાર્યક્રમ કરેલ આ કાર્યક્રમમાં ખેડૂતોની રાષ્ટ્રીય માંગો સાથે રાજ્ય ના ખેડૂતોની માગણીઓ ડીએપી અને એનપીકે જેવા ખાતરોની સમસ્યા દૂર કરવા તાત્કાલિક વ્યવસ્થા કરો સોયાબીન ને ટેકાના ભાવે ખરીદવાની કરેલ જાહેરાત મુજબ તાત્કાલિક કેન્દ્ર શરૂ કરો જેવી માંગણીઓ અંગે ખેડૂતોએ દેખાવો કરી સૂત્રચાર કરેલ હતા. આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન સભા ના કારાભાઈ બારૈયા દિનેશભાઈ કંટારીયા લખમણભાઇ પાનેરા કામદાર આગેવાનો કાંતિભાઈ સોલંકી બાબુભાઈ વિંઝુડા સાજીદ ભાઈ રાઠોડ તેમજ ખીમાભાઈ રબારી દેવનવસોયા સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *