વતનની માટીનું ઋણ ચૂકવવા પરિવારે ટ્રી ગાર્ડ અને પાણીનું ટેન્કર ભેટ આપ્યા

પર્યાવરણ કે પ્રકૃતિ આપણને જે આપે છે તે નિશુલ્ક છે પરંતુ આપણે માનવ જાતે જે નુકસાન પર્યાવરણને સુખ, સાધન અને સગગડના લોભે કર્યું છે તેની ભરપાઇ સમયસર ન થાય તો તેનું બહુ મોટું નુકસાન ભાવિ પેઢીને ભોગવવું પડે તેમાં બે મત નથી. આથી લોકો જેટલા જલદી પ્રકૃતિ જતન, સંવર્ધન અને જાળવણી માટે આગળ આવે તેટલી માનવજાતની સેવા ગણાય. દેરડી કુંભાજીના બાદલપુર ગામ અને બાંભણીયા ગામના ગજેરા પરિવારને આ બાબત સમજાઇ અને વતનની માટી અને જમીનનું ઋણ ચૂકવવા ગામના યુવાનોને તૈયાર કર્યા, સમજાવટથી કામ લીધું અને સાથે ગામમાં પાણીનું ટેન્કર ભેટ આપ્યું અને સાથે સાથે 200 જેટલા ટ્રી ગાર્ડ ભેટ આપ્યા અને આ તકે યુવાનો પાસેથી વૃક્ષો વાવવા, જતન કરવાની પ્રેરણા આપી કોલ પણ લેવાયા હતા કે ગામને રળિયામણું બનાવે અને જાળવી રાખે.

દેરડીકુંભાજીના બાદલપુર ગામ અને બાંભણીયા ગામના ગજેરા પરિવાર દ્વારા સમાજને પ્રેરણા મળે તેવું અનુકરણીય કદમ ભરવામાં આવ્યું છે. જે માટે વૃક્ષોના ઉછેર માટે બે લાખની કિંમતનું પાણીનું ટેન્કર ભેટ આપવામાં આવ્યું છે અને સાથે 200 વૃક્ષના રોપા ટ્રી ગાર્ડ સાથે આપવામાં આવ્યા છે. જેને આગામી દિવસોમાં વાવેતર કરીને ઉછેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *