શહેરમાં એક વિસ્તારમાં રહેતી યુવતીને નકલી આઇડીમાંથી કોઇ અજાણ્યો શખ્સ તેનો ફોટો મૂકી બીભત્સ લખાણ મૂકી પજવણી કરતો હોય. યુવતીએ ફરિયાદ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી યુવતીના પૂર્વ પ્રેમીની ધરપકડ કરી વિશેષ પૂછતાછ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં એક વિસ્તારમાં રહેતી યુવતીને કોઇ શખ્સ ઇન્સ્ટાગ્રામ આઇડી પર બીભત્સ લખાણ સાથે તેના ફોટા મૂકતો હોવાની ફરિયાદ કરી હતી. બનાવને પગલે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં રાજકોટમાં રહેતા અક્ષય સોરઠિયા નામના શખ્સે નકલી આઇડી બનાવી યુવતીના ઇન્સ્ટાગ્રામમાંથી ફોટા લઇ લખાણ સાથે ફોટા શેર કરતો હોવાનું બહાર આવતા પોલીસે અક્ષયને ઝડપી લઇ તેની પૂછતાછ કરતાં અક્ષરને અગાઉ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને યુવતીએ બ્રેકઅપ લઇ લેતા ઉશ્કેરાયેલા અક્ષયએ આ કૃત્ય આચર્યાની કબૂલાત કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.