નકલી ASIએ વેપારીને દુષ્કર્મના કેસમાં ફીટ કરવાની ધમકી દઇ પાંચ લાખનો તોડ કર્યો

ગોંડલનાં ગ્રાફિકનાં વેપારીને છેડતી અને દુષ્કર્મના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી પોતાને ક્રાઈમ બ્રાંચનાં એએસઆઇની ઓળખ આપી રાજકોટ નાં શખ્સે ગોંડલ આવી રુ.પાંચ લાખનો તોડ કર્યા બાદ વધુ બે લાખની માગણી કરતાં તે ભેરવાયો હતો અને વેપારીએ પોલીસને જાણ કરી હોય પોલીસે નકલી એએસઆઇને દબોચી લઇ કાર્યવાહી કરી હતી.ગોંડલમાંથી ઝડપાયેલા નકલી એએસઆઇ સામે તાજેતરમાં રાજકોટમાં પણ ગેસ્ટહાઉસમાંથી બહાર નિકળતા કપલને ધમકાવી 31 હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડિવિઝન પોલીસમાં થયેલી છે.

ગોંડલનાં ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણખુણીયા પાસે બંસી ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઇ કમલેશભાઈ કોટડીયા ઉ.28 તા.21/12 નાં ઓફીસનાં કામે રાજકોટ ગયા હતા.જ્યાં ગીરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લઈ બસસ્ટેન્ડ જવા રીક્ષામાં બેઠા, ત્યારે અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચનાં એએસઆઇ તરીકે આપી કેયુર પાસે આધારકાર્ડ અને બાદમાં વ્યવસાયનુ઼ કાર્ડ માગ્યું હતુ.બાદમાં આધારકાર્ડ પરત કરી હું તપાસમાં ગોંડલ આવીશ તેવુ કહી જતો રહ્યો હતો .બાદમાં ગોંડલ આવી એ શખ્સે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચનાં અધિકારી મયુરસિંહ ઝાલા તરીકે આપી કેયુરને ધમકાવ્યો હતો કે તે રાજકોટમાં એક છોકરીની છેડતી કરી છે.તારી ઉપર ફરિયાદ દાખલ થવાની છે.

રાજકોટના શખ્સે વેપારીને ધમકાવી કહ્યું હતું કે તારે છેડતીનાં ગુનામાં ફીટ થવુ છે કે વહીવટ કરી પતાવટ કરવી છે.એવુ કહી કેયુરભાઇનો મોબાઇલ લઇ લીધો હતો.મોબાઇલમાં ગુગલ પે ચેક કરતા પંદર લાખનું બેલેન્સ હોય આ શખ્સે હું સાહેબ સાથે વાત કરી લઉં તેમ કહી ઓફિસ બહાર ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *