સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે એક્સટર્નલ અભ્યાસક્રમ શરૂ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી એકેડમીક કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટો નિર્ણય એક્સ્ટર્નલ અભ્યાસક્રમ શરૂ કરવા માટેનો લેવાયો હતો. એકેડેમિક ઓફિસર ચંદ્રેશ કાનાબાર અને પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીની ગેરસમજણનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા અને તેથી દર વર્ષે ઓગસ્ટ માસમાં શરૂ થઈ જતી એક્સટર્નલ અભ્યાસક્રમની પ્રક્રિયા હવે ડિસેમ્બર માસમાં શરૂ થશે. જેથી, વિદ્યાર્થીઓનું ભણતર બગડશે. આ ઉપરાંત નવા વર્ષથી ખાનગી કોલેજ માટે ફાયર NOC અને બિલ્ડીંગ યુઝ પરમિશન તેમજ શૈક્ષણિક માન્યતા ધરાવતા પૂરતા અધ્યાપકો ફરજિયાત છે.

એકેડેમીક કાઉન્સિલમાં 142માંથી 80 સભ્યોની જ નિમણુક થઈ નવા કોર્સ કે નવી કોલેજની મંજૂરી આપતી લોકલ ઇન્કવાયરી કમિટીનો રિપોર્ટ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ મંજૂર કરશે તો જ છે તે કોલેજને નવું જોડાણ અથવા નવો કોર્સ મળશે. આ દરમિયાન રાજકોટના ટ્રસ્ટના નામે ધારીમાં બોગસ કોલેજ શરૂ કરવાનો મામલો રાજ્યના શિક્ષણ વિભાગ સમક્ષ પહોંચ્યા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને રેલો આવતા આજની એકેડેમીક કાઉન્સિલની બેઠકમાં આ બાબતે કાયદાકીય સમિતિની રચના કરી પગલાં લેવાનો નિર્ણય થયો હતો તો એકેડેમીક કાઉન્સિલમાં 142માંથી 80 સભ્યોની જ નિમણુક થઈ છે અને 60 જેટલાં સભ્યોની નિમણુક બાકી છે અને તેમાં SC, ST, OBCના સભ્યોની નિમણૂક બાકી હોવાથી વિવાદ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *