નવા સ્પોર્ટસ સંકુલો બનાવવા નિષ્ણાતોના અભિપ્રાય લેવાયા

રાજકોટ મનપા દ્વારા રમતગમત અને ફિટનેસ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે નવા સ્પોર્ટસ સંકુલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે શહેરના વોર્ડ નં.17માં સ્પોર્ટસ સંકુલો બનાવતા પૂર્વે જે તે સ્પોર્ટસના નિષ્ણાતો અને એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક કરી અભિપ્રાય લેવાની પ્રથમ વખત પહેલ કરી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, કોઇપણ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તેના નિષ્ણાતોના વિચારો અને સલાહ સૂચનોથી તંત્રને જાણકારી મળે તો સરળ કામગીરી થઇ શકે. વોર્ડ નં.17માં પારડી રોડ ખાતે અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય તે પૂર્વે તેમાં કઇ કઇ રમતોનો સમાવેશ કરવો અને કઇ કઇ સુવિધા ઊભી કરવી તે અંગે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું.

નિષ્ણાતો પાસેથી મળેલા સૂચનોને કન્સલ્ટન્ટ એજન્સી સામે રજૂ કરી નિયમ મુજબ ફેરફાર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં મનપાના અધિકારી-પદાધિકારી અને વિવિધ રમતોના એસોસિએશનના હોદ્દેદારો સહિતના હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *