રાજ્યભરના ઉમેદવારોને ગુજરાતની 112 ટોપ કંપનીમાં PM ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવવાની ઉત્તમ તક

ભારત સરકાર દ્વારા 3 ઓક્ટોબર 2024ના રોજ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર હસ્તકની પીએમ ઇન્ટર્નશીપ યોજના (PMIS) લોન્ચ કરી છે. જેમાં ભારતની ટોચની 500 કંપની જેમાં ગુજરાતની 112 કંપનીઓમાં 12,246 જેટલી વેકન્સી નોટીફાઈડ થઇ છે. વડોદરાની 38 જેટલી કંપનીઓમાં 1,513 જેટલી પીએમ ઈન્ટર્નશીપ વેકન્સીનો સમાવેશ થાય છે. ઉકત પીએમ ઈન્ટર્નશીપમાં અંતિમ વર્ષની ફાયનલ પરીક્ષા પાસ કર્યા પછી 12 મહિના માટે ઇન્ટર્નશીપ કરવા માટે તક આપવામાં આવશે. આ યોજનાની વધુ માહિતી તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે https://pminternship.mca.gov.in/login/ પર ક્લિક કરીને ઉમેદવારો ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી શકે છે. પસંદગીના જિલ્લામાં પસંદગીના સેકટરની વધુમાં વધુ 5 જેટલી કંપની જગ્યાઓ માટે એપ્લાય કરી શકે છે.

મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેરની www.pminternship.mca.gov.in વેબસાઈટ પર જઈને ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી પ્રોફાઈલ બનાવીને વિવિધ જગ્યાઓ પર એપ્લાય કરી શકશે.

આ યોજના માત્ર ધો. 10 પાસ, ધો12 પાસ, આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ થયેલા અને 21થી 24 વર્ષના ઉમેદવાર (સ્ત્રી-પુરુષ) જોડાઈ શકશે.

જે ઉમેદવાર બેરોજગાર છે અથવા ઘરે બેઠા અભ્યાસ કરે છે (ફુલ ટાઈમ કોર્ષ કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ) તેઓ અપ્લાય કરી શકે છે, જેની સરકાર માન્ય એપ્રેન્ટીસશીપ કે ઈન્ટર્નશીપ કરવાની બાકી છે તેઓ જ યોજનાનો લાભ લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *