પૂર્વ મંગેતરની ક્રિકેટર સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરાના જાણીતા ક્રિકેટર અને IPLની મુંબઈ ઈન્ડિયન ટીમના પૂર્વ ખેલાડી શિવાલીક શર્મા ઉપર રાજસ્થાનના જોધપુરની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભૂતકાળમાં શિવાલીક શર્મા સાથે તેની સગાઈ થઈ હતી. ત્યાર પછી શિવાલીકે તેની સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા પણ પાછળથી તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. યુવતીની ફરિયાદને આધારે જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

વર્ષ 2023માં યુવતીની મુલાકાત શિવાલીક શર્મા સાથે થઈ હતી રાજસ્થાનના જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ મથકમાં એક યુવતીએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2023માં હું મારા મિત્રો સાથે વડોદરા ગઈ હતી. જે દરમિયાન મારી મુલાકાત શિવાલીક શર્મા સાથે થઈ હતી. ત્યારપછી હું અને શિવાલીક મોબાઈલ પર વાતચીત કરતા થયા હતા. ધીરેધીરે અમે વધારે નજીક આવ્યા હતા અને પછી અમારો પ્રેમસંબંધ બંધાયો હતો. વર્ષ 2023ના ઓગષ્ટ મહિનામાં શિવાલીક એના માતા-પિતા સાથે જોધપુર આવ્યો હતો અને ત્યાં અમારા બંનેના પરિવારજનોની મરજીથી મારી અને શિવાલીકની સગાઈ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *