શહેરમાં 80 ફૂટ રોડ પરઓમ રેસિડેન્સિમાં રહેતા દક્ષેશભાઇ જેન્તીભાઇ શનિશ્વરાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તર઼ીકે પાંજરાપોળ પાસે રહેતો મહેશ વિરમભાઇ મુંધવા અને જયલો નામના શખ્સના નામો આપ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.16ના રોજ તેની ભાવનગર રોડ પર કે.ડી ચેમ્બરમાં પરેશ બેંગલ્સ નામે ઇમિટેશનની દુકાને મોટાભાઇ સંદીપભાઇ સાથે હતો ત્યારે મહેશ મુંધવાએ ફોન કર્યો હતો જેમાં કયા છો, ત્યા જ રહેજે અને ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ સાંજે વિરમ અને જયલો દુકાને આવી ધમકી આપી હતી. તમારે રૂપિયા આપવાના છે કે નહી ત્યારે તેને રૂપિયા પરેશભાઇએ લીધા છે તો તેની પાસેથી લઇ લેજો. જેથી તે ઉશ્કેરાઇને રૂપિયા તો તમારે બન્ને ભાઇઓએ આપવા પડશે અને નહીં આપો તો છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખીશ તેમજ જયલાએ તમારે રૂપિયા આપવા જ પડશે કહી ધમકી આપી હતી. દેકારો થતા લોકો એકઠા થઇ જતા કાલે 11 વાગ્યે આવીશ પૈસા તૈયાર રાખજો કહી નાસી ગયા હતા.
બનાવનું કારણ એવું હતું કે, દક્ષેશભાઇના મોટાભાઇ પરેશભાઇએ પાંચેક વર્ષ પહેલા મહેશ પાસેથી પાંચ લાખ બાદ ચાર લાખ 10 અને 15 ટકા લેખે વ્યાજે લીધા હતા અને દર માસના 1.30 લાખ વ્યાજ ચૂકવતા હતા અને 20.80 લાખ ચૂકવી દીધા હતા બાદમાં કોરોનાકાળમાં ધંધો બરોબર નહીં ચાલતો હોવાથી તેમજ વ્યાજના વધુ પૈસાની ધમકીઓ મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં હોસ્પિટલમાંથી રજા મળતા ઘેર આવ્યા હતા ત્યારે પરેશભાઇને મહેશ મળ્યો હતો અને વધુ 30 લાખ આપવાની સમજુતી થઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.