શહેરમાં ઢેબર રોડ પર ધારેશ્વર સોસાયટીમાં પિતાને સમજાવવા જતાં પુત્ર અને પુત્રી પર પિતાએ તમારે ઘેર આવવું નહીં અને હું મરી જાવ તો પણ પીવડાવવા પણ આવતા નહીં કહી છરી વડે હુમલો કરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સત્ય પ્રકાશ સ્કૂલ પાસેના કવિ કલાપી ટાઉનશિપમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં અનુજભાઇ નિલેશભાઇ કાચા (ઉ.21) ત્રણેક માસ પહેલાં તેના લગ્ન થયા બાદ પિતા સાથે ભળતું ન હોય અગલ રહેતા હતા. દરમિયાન તેની બહેન સંજનાબેન રોનકભાઇ અમારા ઘેર આવ્યા હતા અને અને નક્કી કરી પિતાના ઘેર તેને સમજાવવા જવાનું હતું. દરમિયાન મારી બહેન સાથે એક્ટિવા લઇને પિતાના ઘેર ધારેશ્વર મંદિર પાસે ગયા હતા. ત્યાં માતા જયશ્રીબેન અને પિતા નિલેશભાઇ ઘેર હાજર હોય. જેથી અમે બન્નેએ કહ્યું કે, આપણે એક બીજાના ઘેર આવવા જવાનું રાખી, જેથી મારા પિતાએ કહેલ કે તમારે અમારા ઘેર આવવું નહીં અને હું મરી જાવ તો પાણી પીવડાવવા પણ ન આવતા, કહી ઉશ્કેરાઇ જઇ રૂમમાં મંદિરમાં રાખેલ છરી લઇને ભાઇ, બહેન પર હુમલો કર્યો હતો જેથી બન્ને બહાર જઇને તેના બનેવીને ફોન કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અનુજભાઇની ફરિયાદ પરથી પોલીસે તેના પિતા નિલેશભાઇ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.