ઇક્વિટીમાં આગામી વર્ષે શેર્સથી 31% સુધી રિટર્નના અણસાર : મોર્ગન સ્ટેનલી

શેરમાર્કેટમાં આગામી એક વર્ષ સુધી ટકી રહેનાર રોકાણકારોને લઘુત્તમ 12.5% અને મહત્તમ 31% સુધી રિટર્ન મળી શકે છે. પરંતુ જો કોઇ કારણથી શેરમાર્કેટનું સેન્ટિમેન્ટ ખરાબ થાય છે (જેની આશંકા ઓછી છે) તો 22% સુધી નુકસાન પણ થઇ શકે છે.

અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની મોર્ગન સ્ટેનલીનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2025-26 સુધી સેન્સેક્સના શેર્સમાં રોકાણથી વાર્ષિક કમાણી 21.5% વધશે. સેન્સેક્સ 188 પોઇન્ટ ઘટીને 65,795 પર અને નિફ્ટી 33.40 પોઇન્ટ ઘટીને 19,731.80 રહ્યો હતો.

માર્કેટમાં અત્યારથી ઉછાળાના સંકેત, 2024 ચૂંટણી બજારનો ટ્રેન્ડ નક્કી કરશે
વિદેશી રોકાણકારોએ બે મહિના બાદ ખરીદી શરૂ કરી: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ નવેમ્બરમાં ભારતીય શેરમાર્કેટમાં ખરીદી શરૂ કરી છે. અગાઉ તેઓએ બે મહિના દરમિયાન સતત વેચવાલી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *