ENT સર્જનનાં પુસ્તકનું વિરપુરના રઘુરામ બાપાનાં હસ્તે વિમોચન

રાજકોટનાં જાણીતા ENT સર્જન ડો. હિમાંશુ ઠકકર દ્વારા લિખિત પુસ્તક Echoes of Compassion – A Doctor’s Journey in ENT” નું વિમોચન અને આશીર્વચન સમારંભનું ફોચ્ર્યુન હોટલ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરપુરના પૂજ્ય રઘુરામ બાપાનાં હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક એ ડો. હિમાંશુ ઠક્કર ના તબીબી ક્ષેત્રમાં બે દાયકાથી પણ વધારે સમયના અનુભવો અને કરૂણા ભર્યા કાર્યોની સફર છે.

જેમાં આરોગ્યલક્ષી જનજાગૃતિ માટે અને કાન, નાક, ગળાના રોગો, તકેદારી- સારવાર વિષયક લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં મુખ્યત્ત્વે યુવાનોમાં આવતી બહેરાશ, મોબાઈલનો અતિ ઉપયોગ, વધુ પાડતા મોટા આવાજ અને મ્યૂઝિક અને તેની શ્રવણ શક્તિ ઉપર થતી આડઅસર, વ્યસન અને તેને લીધે થતાં મો, ગળાના કેન્સર અને વ્યસન મુક્તિ વિશે જાગૃતતા,નાક અને સાઇનસ અને એલર્જી, નાકસૂર, અવાજની સમસ્યા,કાન, નાક, ગળાની ઋતુગત બીમારીઓ માટે prevention is better than cureના મંત્રને સાર્થક કરવા કઈ રીતે રોગથી બચી શકાય તે માહિતી આપવામાં આવી છે. ખાસ QR કોડ દ્વારા વાચક આરોગ્ય વિષયક વીડિયો પણ આ પુસ્તકનાં માધ્યમથી જોઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *