વિશ્વ વસ્તી દિન 11 જુલાઇ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર પડવલા દ્વારા વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
તેમાં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ સાથોસાથ CHO મિતલબેન સોલંકી FHW શાંતિબેન રાવલીયા MPHW વિપુલભાઈ સાગઠીયા દ્વારા આરોગ્ય અંગેની જાગૃતતા નુ માર્ગદર્શન આપવામાં આવેલ તથા શાળાના આચાર્ય તથા શિક્ષકગણ અને આશાબહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.