રાજકોટ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક વાહનોની ટ્રેનિંગ

આઈટીઆઈમાં ઈલેક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડર જેવા પરંપરાગત ટ્રેડની માંગ હવે મર્યાદિત થઈ ગઈ છે. બજારમાં રોબોટ્સ, ઇલેક્ટ્રિક એન્જિન, ઓટોમેટિક મશીન મિકેનિક્સની માંગ વધી છે. ઔદ્યોગિક બજારમાં ટેક્નોલોજી અને સ્પર્ધાના ક્ષેત્રમાં આવેલા આ પરિવર્તનને જોતા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)એ પણ તેના ટ્રેડમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. આધુનિકતા સાથે તાલ મિલાવી હવે ITIમાં પણ યુવાનોને રોબોટ બનાવવા અને રિપેર કરવાની તાલીમ મળશે. હવે પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં ઈલેક્ટ્રિક વાહનો રસ્તાઓ પર કબજો કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક કારની પણ તાલીમ આપવામાં આવી રહી છે.

હાલના સમયમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા તથા જરૂરિયાત વધવા લાગી છે. એમાં પણ ઇલેક્ટ્રિકલ વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને તેનું મેન્ટેનન્સ તથા રિપેરિંગની જરૂરિયાત પણ રહેતી હોય છે. જેના એક કુશળ કારીગરની સ્કિલ આઈ.ટી.આઈ.ના ઓટો સેક્ટરમાં MEV ટ્રેડમાં એડમિશન લેવાથી પ્રાપ્ત થાય છે. જે ટ્રેડ પૂર્ણ કર્યા પછી વાહનમાં થતાં કોઈ પણ ફોલ્ટને સહેલાઈથી રિપેર કરી શકાય છે. માટે આવનારા સમયમાં આ સેક્ટરની માંગ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ વધવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ઓટો સેક્ટરના ટ્રેડની તાલીમ પૂર્ણ કર્યા બાદ મળતી રોજગારી/સ્વરોજગારીની અઢળક તકો છે. કુશળ કારીગરની પણ ખૂબ માંગ છે. ઓટો મોબાઇલ ડીલર, ઘણી બધી કંપનીમાં તથા તેના વર્કશોપમાં કારીગરોને રોજગારીની ઉજ્જવળ તકો છે. તથા MEV ટ્રેડમાં કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થી પોતાનું ગેરેજ પણ ખોલીને સ્વરોજગારી મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *