તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે ખાદ્યતેલોના ભાવમાં છેલ્લા એક માસથી વધારાનો દોર શરૂ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના તહેવારો બગડે તેવા સંકેતો મળી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં તેલના ભાવમાં રૂ.50થી 550નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2500ની નજીક પહોંચી ગયો છે.
મહિનામાં સિંગતેલનો ભાવ ડબ્બે રૂ.70 વધીને રૂ.2435-2485 થઇ ગયો છે. કપાસિયા તેલનો ભાવ ડબ્બે રૂ.110 વધીને રૂ.2270-2320 થઇ ગયો છે. પામોલીન તેલના ભાવ ડબ્બે રૂ.50થી 55 વધ્યા છે અને ડબ્બાનો ભાવ વધીને રૂ.1960-1970 થઇ ગયો છે. દિવેલ રૂ.100થી 110 વધીને રૂ.2340-2370 અને સરસિયાનો ભાવ રૂ.220 વધીને રૂ.2350-2380 થઇ ગયો છે. જ્યારે કોપરેલનો ભાવ ડબ્બે રૂ.550 વધીને રૂ.5950-6150 થઇ ગયો છે.