દિવાળી પર્વમાં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર ચાલુ બાઈકે ફટાકડા ફોડી અન્યોના જીવ જોખમમાં મૂક્યા હતા

રાજકોટમાં દિવાળીના તહેવારમાં નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર બેફામ બાઈક ચલાવી આતંક મચાવી ભય ફેલાવનારા બાઇકર્સને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડયા છે. રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં દિવાળીના તહેવાર ઉપર સ્પોર્ટ્સ બાઈક ઉપર સવાર થઈ બેફામ બાઈક ચલાવી સ્ટંટ કરવા અને હાથમાં ફટાકડા ફોડી પોતાને અને અન્ય વાહનચાલકોને ભયભીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે બાદ યુનિવર્સિટી પોલીસે બાઇકર્સ ગેંગના બે શખસને ઝડપી લીધા છે.

રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર અટલ સરોવર પાસે નબીરાઓ ચાલુ બાઇક ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા અને જોખમી સ્ટંટ કરી રહ્યા હતા. જેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ આઇડી પર વાઇરલ થયો હતો. જેથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ હવે આ નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં વિજય મગન મકવાણા, અજીત વિજય કાણોતરા અને ગુલામ હશન અમજદભાઈ પઠાણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *