ખેડૂત આંદોલનને પગલે દિલ્હી જતી 3 ફ્લાઈટ 2 કલાક સુધી મોડી ઉપડી

દિલ્હીમાં મંગળવારે ખેડૂત આંદોલનને પગલે દિલ્હી એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી હતી કે જ્યાં સુધી કેપ્ટન એરપોર્ટ પર ન પહોંચે ત્યાં સુધી ફલાઇટમાં બોર્ડિંગ કરાવવું નહીં. મંગળવારે ઘણા કેપ્ટન અને ક્રૂ અને ગુરુગ્રામમાં અટવાઈ પડતા દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટો મોડી પડી હતી અને આજ ફ્લાઈટ અમદાવાદથી દિલ્હી માટે એકથી બે કલાક બાદ રવાના થઈ હતી. જેના કારણે c હતું.

અમદાવાદથી દિલ્હી જતી 12 વાગ્યાની ફ્લાઈટ 1 વાગ્યે, એર ઇન્ડિયાની 1.45ની ફ્લાઈટ 3.19 કલાકે અને ઇન્ડિગોની 2 વાગ્યાની ફ્લાઈટ 4 વાગ્યે ટેકઓફ થઈ હતી. સોમવારે પણ અકાશાની ત્રણ ફ્લાઈટ રદ થતાં પેસેન્જર અટવાયા હતા. આખરે તમામ પેસેન્જરને બીજી ફ્લાઈટનો વિકલ્પ અથવા રિફંડ આપી દેવાયું હતું. અકાશાની રદ કરેલી ફ્લાઈટમાં મુંબઈ દિલ્હી અને એક ગોવાની ફ્લાઈટનો સમાવેશ થાય છે. એરલાઈનના સૂત્રોએ જણાવ્યું કે કેપ્ટન માંદગીનું કારણ આપી રજા ઉપર ઉતરી જતાં 10 ફલાઇટો રદ થઈ છે. એરલાઇન પાસે હાલમાં પાયલોટની અછત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *