રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંઢેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 9 જૂનથી 29 જૂન સુધી રેલ વ્યવહારને અસર થશે. આ કામગીરીને કારણે અનેક ટ્રેન આંશિક રીતે અને 4 ટ્રેન પૂર્ણ રીતે રદ કરાયાનું અને અનેક ટ્રેન રિશેડ્યૂલ કરવાની તથા અનેક ટ્રેન મોડી પડવાની જાહેરાત રેલવે તંત્રે કરી છે. ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 26.06 અને 27.06 ના રોજ ડાઇવર્ટ કરેલા રૂટવાયા કાનાલુસ- વાંસજાળિયા-જેતલસર- વેરાવળ થઈને ચલાવવામાં આવશે.