જસદણ તાબેના ભાડલા પાસેથી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ અને ભાડલા પોલીસે રૂ. 41.23 લાખનો દારૂ-બિયરનો જથ્થો ભરેલા ટ્રકને પકડી પાડી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 51.48 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો એ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો. ઇન્સ. વી. વી. ઓડેદરા, પો. સબ. ઇન્સ. એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામગીરીમાં હતી, તે દરમિયાન એલ.સી.બી. ટીમના માણસોને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે એલ.સી.બી. તથા ભાડલાના પો.ઇન્સ જે.એચ સીસોદિયા તથા ભાડલા સ્ટાફ દ્રારા ભાડલા પો.સ્ટે. વિસ્તારમાં આવેલા ભંડારીયા ગામેથી આગળ ગઢડીયા (જામ) ગામ જવાના રસ્તા પાસેથી રૂ. 41.23 લાખનો દારૂ-બિયરનો જથ્થો ભરેલો ટ્રક પકડી પાડી ટ્રક ડ્રાઇવર મહેશકુમાર પ્રભુદયાલ શર્મા ધંધો ડ્રાઈવિંગ રહે. ૧૫-ક ઈન્દ્રપ્રસ્થ કોલોની બીદારા, શાહપુરા,જયપુર (રાજસ્થાન) ને ઝડપી લીધો હતો.
પોલીસે ટ્રક નં. RJ-52-GA-4012 માંથી ઈંગ્લીશ દારૂ તેમજ ટાટા કંપનીનુ ટેઈલર કિ.રૂ.10,00,000 તથા મોબાઇલ ફોન નંગ-2 કિ.રૂ.2500 મળી કુલ રૂ.51.48 લાખનો મુદામાલ કબ્જે કરી ભાડલા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.