ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10 ઓગસ્ટના રોજ રાજકોટ શહેરમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93 સરકારી શાળાઓમાં તિરંગાને આનુસંગિક વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 142 શિક્ષકો 13,546 બાળકોએ ભાગ લઈ પોતાની દેશ દાઝ ઝળકાવી હતી તો આ શાળાઓમાં દેશ ભક્તિનો રંગ છવાઈ ગયો હતો.
રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાની પ્રાથના સભામાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આઝાદીમાં તિરંગાનુ મહત્વ આ વિષય પર વિસ્તૃત સમજ અને માહિતી આપવામાં આવેલ હતી, જેમાં 142 શિક્ષકો અને 13,546 બાળકોએ આનો લાભ લીધેલ હતો. ચિત્ર સ્પર્ધામાં કુલ 9,260 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તિરંગાને લગતા વિવિધ સુંદર ચિત્રો બાળકો દ્વારા દોરવામાં આવ્યા છે. દરેક શાળામાં તમામ બાળકોના ચિત્રો પૈકી 3 શ્રેષ્ઠ ચિત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા. જ્યારે નિબંધ સ્પર્ધા કુલ 6,342 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તિરંગાના વિષય ઉપર બાળકો દ્વારા નિબંધ લેખન કરવામાં આવેલ. દરેક શાળામાં તમામ બાળકોના લખેલા નિબંધો પૈકી 3 શ્રેષ્ઠ નિબંધોને પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપીને બાળકોને શૈક્ષણિક કીટ પ્રોત્સાહક ઇનામ રૂપે આપવામાં આવ્યા.