કોરોના સમયે બંધ કરવામાં આવ્યા બાદ રાજકોટ વેરાવળ વચ્ચે લોકલ ટ્રેન શરૂ તો કરવામાં આવી છે પરંતુ કોચની સંખ્યા વધારવામાં આવી નથી આથી તહેવારોમાં પણ મુસાફરોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. રેલવે તંત્ર દ્વારા તહેવારો દરમિયાન પણ 9 કોચથી જ ટ્રેન ચલાવવામાં આવે છે જેમાં પણ આગળ અને પાછળ નાં 1-1 કોચમાં ગાર્ડ, દિવ્યાંગજન , અને ગુડ્ઝ માટેની જગ્યા બાદ કરતાં 7 કોચમાં 14 કોચ જેટલા મુસાફરોને મુસાફરી કરવી પડે છે.
દિવાળીના તહેવારોને લીધે ખૂબ જ મોટાં પ્રમાણમાં માણસો ફરવા જતાં હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. રાજકોટથી વેરાવળ વચ્ચે માત્ર 2 લોકલ ટ્રેન ચાલે છે જેનું ભાડું એકદમ ઓછું હોવાથી તેમજ આરામદાયક મુસાફરીને લીધે મોટા પ્રમાણમાં માણસો તેમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે જે સારી વાત છે ! રેલવેનાં અધિકારીઓને મુસાફરો આરામદાયક મુસાફરી કરે તે પસંદ નહીં હોય એવું જણાય છે ! કેમકે જે ટ્રેનોમાં કાયમ માટે 14 કોચની જરૂર છે.