સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં અડધી કલાક માટે દસ્તાવેજ નોંધણીની કામગીરી થઇ ઠપ

શહેર-જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મંગળવારે સવારે દસ્તાવેજ નોંધણીની કામગીરી ઠપ થતા ભારે દેકારો બોલી ગયો હતો. આ અંગેની ફરિયાદો ઉઠ્યા બાદ અડધી કલાકમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ થઇ ગઇ હતી. સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી ચારોલે જણાવ્યું હતું કે, અરજદારોના ફોટા અપલોડ થતા ન હોવાથી ચાલુ કામગીરીએ સોફ્ટવેર અપગ્રેડ કરવાની ફરજ પડી હતી. આથી રાજકોટ શહેર-જિલ્લામાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં સોફ્ટવેર અપગ્રેડની કામગીરી હાથ ધરાતા કામગીરી ધીમી પડી હતી. જોકે અડધી કલાક કામગીરી ચાલુ થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *