સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા સંચાલિત SGFI 68મી શાળાકીય રમતો તા. 22-23 ઓગસ્ટના રોજ સરદાર પટેલ સ્નાનાગાર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ભાઈઓ- બહેનો માટેની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અં. 14, 17 અને 19 કક્ષામાં તા. 22/08/2024 ગુરૂવારના રોજ ભાઈઓ અને તા. 23/08/2024 શુક્રવારના રોજ બહેનોની તરણ સ્પર્ધા યોજાશે. જેમાં 50,100, 200, 400, 800 અને 1500 મીટરમા ફ્રી સ્ટાઈલ, બટરફલાય સ્ટ્રોક, ઈન્ડીવિઝ્યુઅલ મેડલે, બેક સ્ટાઈલ વગેરે પ્રકારની તરણ સ્પર્ધાઓ યોજાશે.વધુ માહિતી માટે વિપુલભાઈ ભટ્ટ મો. 98252 19899 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.