ઇ-પ્રોફાઇલ બાકી હોય તેવી સસ્તા અનાજની દુકાનોને જૂની પદ્ધતિથી વેચાણની અપાઇ છૂટ

રાજ્યભરની સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે તા.14 નવેમ્બરથી ઈ-પ્રોફાઈલ ફરજિયાત કરવામાં આવી છે ત્યારથી રાજ્યની અસંખ્ય દુકાનોમાં ઈ-પ્રોફાઇલ કમ્પ્લીટ ન થવાના કારણે વિતરણ ઠપ થઈ ગયું હતું. રાજ્ય એસોસિએશન દ્વારા આવી દુકાનોમાં વિતરણ શરૂ થાય એ માટે સરકારનું ધ્યાન દોરીને જે દુકાનનું ઈ-પ્રોફાઇલ કમ્પ્લીટ ન થયું હોય એવી દુકાનોને જૂની પદ્ધતિથી વિતરણ કરવા માટેની છૂટની માગણી કરવામાં આવી હતી. આજે આ માગણીને સ્વીકારવામાં આવી છે જેથી ચાલુ માસ દરમિયાન જૂની પદ્ધતિથી વિતરણ થઈ શકશે તેથી જે દુકાનદારોને ઈ-પ્રોફાઇલ કમ્પ્લીટ નથી થઈ તેવા દુકાનદારોને રાહત થઈ છે અને અસંખ્ય ગ્રાહકોને જથ્થો ન મળવાથી જીવ અદ્ધર હતા તેઓને હવે જથ્થો મળી શકશે.

પુરવઠાના ઇતિહાસમાં એક ક્રાંતિકારી કહી શકાય એવું પગલું એટલે દરેક દુકાનદારોની ઈ-પ્રોફાઇલ બનાવવામાં આવી હતી જેના અનુસંધાને દુકાનદાર પોતે દુકાને બેસે અને પોતાની જાતે વિતરણ કરે એવો સરકારનો આશય હતો જેથી કોઈ ડુપ્લિકેટ વ્યક્તિ કે બહારની વ્યક્તિ ઘૂસી ન શકે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય આ માટે ઈ-પ્રોફાઈલ લાગુ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *