પ્રયાગરાજ મહાકુંભમાં વાયરલ થયેલી મધ્યપ્રદેશના મહેશ્વરની મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર બોલિવૂડ ડિરેક્ટર સનોજ મિશ્રા (45)ની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. 28 વર્ષીય મહિલાએ તેના પર બળાત્કાર, હુમલો, ગર્ભપાત કરાવવા માટે દબાણ અને ધમકીઓનો આરોપ લગાવ્યો હતો. તે છેલ્લા ચાર વર્ષથી મુંબઈમાં મિશ્રા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી.
મહિલાનો આરોપ છે કે આ સમયગાળા દરમિયાન તેને ત્રણ વખત ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. 18 ફેબ્રુઆરી, 2025 ના રોજ, આરોપી તેને દિલ્હીના નબી કરીમ વિસ્તારમાં આવેલી હોટલ શિવા લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. બાદમાં, જ્યારે લગ્નનું વચન પૂરું ન થયું, ત્યારે પીડિતાએ ફરિયાદ નોંધાવી.
પીડિતાએ સીઆરપીસીની કલમ 164 હેઠળ નોંધાયેલા તેના નિવેદનમાં પણ તેના આરોપોની પુષ્ટિ કરી છે. તપાસ દરમિયાન, પોલીસે મુઝફ્ફરનગરમાંથી ગર્ભપાત સંબંધિત તબીબી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
દિલ્હી હાઈકોર્ટે આરોપીની જામીન અરજી પહેલાથી જ ફગાવી દીધી હતી. ત્યારબાદ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે, પોલીસે 30 માર્ચ, 2024 ના રોજ ગાઝિયાબાદથી સનોજ મિશ્રા (45) ની ધરપકડ કરી.
પોલીસ-તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપી પહેલાથી જ પરિણીત છે અને મુંબઈમાં તેના પરિવાર સાથે રહે છે. હાલમાં, પોલીસ વધુ તપાસ કરી રહી છે.