મારવાડી યુનિવર્સિટી, રાજકોટના ફેકલ્ટી ઓફ ડિપ્લોમા સ્ટડીઝ વિભાગે “પ્રોજેક્ટ ફેર-2025″નું આયોજન કર્યું. આ ફેર 16 એપ્રિલે યુનિવર્સિટીના MUIIR અને MURC સેન્ટરમાં યોજાયો.
ડિપ્લોમા એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ 50થી વધુ ટેકનિકલ અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. પ્રદર્શનમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઓનલાઈન બિલિંગ સિસ્ટમ, સેન્સર બેઝ હોમ ઓટોમેશન સિસ્ટમ અને વેસ્ટ મટીરિયલમાંથી બનાવેલ કોંક્રિટના પ્રોજેક્ટ્સ મુખ્ય આકર્ષણ રહ્યા.
કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડૉ. આર.બી. જાડેજા, રજિસ્ટ્રાર પિન્ટો મેમણ અને પ્રિન્સિપાલ મિત્તલ જોયસર સહિત વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા.
ડૉ. જાડેજાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે આજનો વિદ્યાર્થી નોકરી શોધનાર નહીં, પણ નોકરી સર્જનાર બનવા માંગે છે. તેમણે વિદ્યાર્થીઓને વ્યવસાય શરૂ કરવા માટે MUIIR સેન્ટર દ્વારા મદદની ખાતરી આપી.