યુવકની લાશ સળગાવવા પમ્પેથી પેટ્રોલ લઇ ગૂગલ-પેથી પૈસા ચૂકવતા ભેદ ખુલ્યો

શહેરના સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા વિપુલ વશરામભાઇ કિયાડા (ઉ.વ.33)એ આપેલા રૂ.8 લાખની ઉધરાણીના પ્રશ્ને નાણાં પરત આપવા ન પડે તે માટે આરોપીબંધુએ બુધવારની રાત્રે કોઠારિયા નજીક સ્વાતિ સોસાયટી પાસેના અવાવરૂ સ્થળે યુવકને લઇ જઇ હત્યા કરી લાશને સળગાવી નાખી આરોપીઓ નાસી ગયા હતા.બનાવને પગલે ક્રાઇમબ્રાંચ સહિતની પોલીસની અલગ-અલગ ટીમો બનાવી હત્યામાં મેહુલ ઉર્ફે હકો હિન્દુભાઇ વકાતર અને તેનો માેટો ભાઇ વિરમ ઉર્ફે શામળ વકાતર અને એક સગીરની અટકાયત કરી તેની આકરી પૂછતાછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

કોઠારીયા રોડ સ્વાતિ સોસાયટી પાસેના અવાવરૂ સ્થળેથી અર્ધ સળગેલી હાલતમાં યુવકની લાશ મળી હતી જેની જાણ થતા આજીડેમ, ક્રાઇમબ્રાંચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક સામાકાંઠા વિસ્તારના ભગીરથ સોસાયટીમાં રહેતો વિપુલ કિયાડા હોવાનું બહાર આવતા પોલીસે તપાસ કરતા લાશ પાસેથી પેટ્રોલની બોટલ મળી આવતા પોલીસે વધુ તપાસ કરતા લાશને સળગાવવા માટે પમ્પે આવેલા શખ્સે ગૂગલથી રૂપિયા ચૂકવ્યા હોવાનું બહાર આવતા ક્રાઇમબ્રાંચે શકમંદ વિરમ અને તેના ભાઇ મેહુલ અને એક સગીરને ઉઠાવી લઇ પૂછતાછ કરતા વિરમે તેના પરિચિત વિપુલ પાસેથી એક વર્ષ પહેલા રૂ.8 લાખ લીધા હોય જેથી પૈસાની જરૂર હોય વિપુલ ઉઘરાણી કરતો હોય જેથી પૈસા ન દેવા પડે તે માટે આરોપીબંધુએ કાવતરૂ બનાવી સગીરને રૂ.20 હજારની લાલચ આપી હત્યામાં સામેલ કર્યો હોય બનાવસ્થળે યુવકને લઇ જઇ વાયરથી ફાંસાે આપ્યો તે સમયએ સગીર અને વિરમના ભાઇએ યુવકને પકડી રાખ્યો હોવાનુ બહાર આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *