ગોંડલ હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ શહેરનાં વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની શોભાયાત્રા યોજાઈ છે. સતત 42મા વર્ષ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન તેમજ ગત વર્ષે વિજેતા થયેલા ફ્લોટ્સને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પહેલા નંબર યુવા સોશિયલ ગ્રુપ – સુખનાથનગર, બીજા નંબર મહાકાલ ગ્રુપ અને વાસુકી ગ્રૂપ, અને ત્રીજા નંબર પર રૂદ્રાક્ષ ગ્રુપે પ્રાપ્ત કર્યો હતો.
ગોંડલ ભગવતપરા પટેલ વાડી ખાતે આગામી જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળિયાના અધ્યક્ષ સ્થાને ધર્મસભાનું આયોજન ગત રાત્રી ના 9 કલાકે રાખવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાઓના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજનાં પ્રસાદ બાદ 9.30 કલાકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી ગત વર્ષે વિજેતા થયેલા વિવિધ સંસ્થાના ફ્લોટ્સને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા